મારા ગુણવંત શ્રી ઘનશ્યામ રે, પ્યારા પ્રીતે પધારજો; ૧/૧

પદ ૨૭(રાગ : ત્રિવિક્રમનો મહાડ)

પદ ૨૭
મારા ગુણવંત શ્રી ઘનશ્યામ રે, પ્યારા પ્રિતે પધારજો;
વાલમ વહેલા આવજો, ગોવિંદ ગરિબ નિવાજ;
એક ઘડી અળગા નવ મેલું, શામળીયા શિરતાજ;
હાંરે મારા પ્રાણજીવન અતી હેત વધારો-મારા ગુણવંત.
શોભાસાગર શામળા, પ્રીતમ પ્રાણ આધાર;
મૂર્તિ મનોહર લાલ તમારી, નેણાં તણા શણગાર
હાંરે મારા શામ સલૂણા મારે ઘેર પધારો-મારા ગુણવંત.૨
રસિયા છોજી રાજવી, ગુણીયલ ગોપીનાથ;
કામણગારા કાન અમારા, મોરલી મનોહર હાથ;
હાંરે મને વાલા વિના ઘડી ગમતું નથી-મારા ગુણવંત.૩
અરજી અમારી ધારજો, અંતરમાં અવિનાશ;
નારણદાસના નાથ રંગીલા, પ્રીતમ પુરો આશ;
હાંરે મારા દીનદયાળુ ધર્મલાલ હઠીલા-મારા ગુણવંત.૪

મૂળ પદ

મારા ગુણવંત શ્રી ઘનશ્યામ રે, પ્યારા પ્રિતે પધારજો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી