છો શ્રીજી સુખ કરનાર અધમ ઉદ્ધારા રે ૧/૧

પદ ૪૫(રાગ:મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે)
પદ ૪૫
 
છો શ્રીજી સુખ કરનાર અધમ ઉદ્ધારા રેદીન બંધુ દીન દયાળ દુઃખ હરનારા રે;
છો પ્રેમી જનના પ્રાણ અધમ ઉદ્ધારા રે.નિજ શરણાગત જનના દુઃખ હરનારા રે. ટેક.
દુઃખડાં હરવા દાસનાં ત્રિકમ રહો છો તૈયાર,સંકટમાં સેવક તણી વિઠ્ઠલ કરો છો વહાર;
વિઠ્ઠલ કરો છો વહાર ગરૂડ ચડીને રે,સૌ સંકટ તમ પ્રતાપ જાય ઉખડીને રે. છો શ્રીજી.૧
જનુની જેમ નિજ પુત્રને પાળે કરી જતન,એ રીતે અલબેલડા, પાળો છો નિજ જન;
પાળો છો નિજ જન પ્રેમ ધરીને રે,મન રંજન કરતા જ મેહેર કરીને રે. છો શ્રીજી.૨
ઔષધ આપે આજારીને કડવું અતિ કઠોર,ટાળે રોગ રગ રગ થકી કાયા કરે કિશોર;
કાયા કરે કિશોર તેમ તમે માવા રે,જો દિયો જનને દુઃખ તોય સુખ થાવા રે. છો શ્રીજી.૩
શરણાગતના શામળો, સહાયક સદા ભગવાન,    વિઘન વિનાશક વા'લમા કેશવ કૃપાનિધાન;
કેશવ કૃપાનિધન ધર્મ દુલારા રે,કહે સેવક નારણદાસ પ્રીતમ પ્યારા રે. છો શ્રીજી.૪ 

મૂળ પદ

છો શ્રીજી સુખ કરનાર અધમ ઉદ્ધારા રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી