કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે; ભજન ૧/૧

                                 પદ-૧

પદ-૮૩        (રાગ :કાનુડો શું જાણે મારી પીડ બાઇ અમે બાળ કુંવારાં રે)
       

કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે;
કદીયે ના ધરવું અભિમાન ટેક.
કુંભકરણ અને રાવણ સરખા જોને, ;
મરી ગયા જરનું કરી ધ્યાન, ઝાઝુ ઝરરરરરર રે.              કદીયે.૧
હિરણ્યકશિપું રાજા અતિ અહંકારી જોને;
હાથે હણ્યો છે ભગવાન, ચિર્યો ચરરરરરર રે.                    કદીયે.૨
દંત વક્ર ને વળી શિશુપાળ સરખા ચાલ્યા;
કંસને માર્યો છે કુંવર કાન, કંપ્યો થરરરરરર રે.                 કદીયે.૩
નારાયણદાસનો નાથ ભજ્યા વિના;
જમ લઇ જાશે ઝાલી કાન, અંતે અરરરરરર રે.                  કદીયે.૪

 

મૂળ પદ

કદીયે ના ધરવું અભિમાન, મરવું એક પલકમાં રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0