તું તો ભવમાં પ્રભુને છેક ભૂલી ગયો, ૧/૧

પદ-૧(રાગ :નટવર વસંત થેઇ થેઇ નાચી રહ્યો)

પદ-૮૪

તું તો ભવમાં પ્રભુને છેક ભૂલી ગયો,

ભૂલી ગયો મન ભુલાવી ગયો.તું તો ભવમાં ટેક.

મીથ્યા માયા મોહમાં વિસર્યા ભગવાન,

નારીને નિર્ખી થયો અંતરમાં ગુલતાન;

તું મનમાં જાણે જે હવે તો મરવું નથી,

મમતા ધારીને અભિમાની થયો,

માની થયો મન મસ્તાની થયો.તું તો ભવમાં.૧

ગર્ભથી પ્રભુએ છોડાવીયો તે વિસર્યો ગુણ સાર,

રાજાની ચોરી કરી ગયો રંક આધાર;

હવે ઉગરવાની આશ મા કરે મનથી રે,

નહિ મુકે જમડા ખાસ હરિના હુકમથીરે.તું તો ભવમાં.૨

પામર નર પ્રભુ નવ ભજ્યો જે હરિ જગ આધાર,

ગોવિંદ ગુણ ગાયા નહિ ધિક કર્યો અવતાર;

વસમી વેળા અંતકાળની હો જીવડા,

રામા સંગે શું તું રાચી રહ્યો મન રચાવી રહ્યો.તું તો ભવમાં.૩

ભક્તિ વિણ ભવમાં કદી સુખ નહિ થાય લગાર,

જીજ્ઞાસુ જન જાણજો શાસ્ત્ર તણો આધાર;

નિત્ય નિત્ય કહે છે ખાસ સંત પોકારીરે.

આજે કે'છે નારણદાસ ભજ ભયહારીરે.તું તો ભવમાં.૪

મૂળ પદ

તું તો ભવમાં પ્રભુને છેક ભૂલી ગયો,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી