અરે આ જોબન રંગ પલકમાં વહી જશે રે, ૧/૧

 પદ-૧ (રાગ :અરે શું માનવનું અભિમાન)

પદ-૯૧
અરે આ જોબન રંગ પલકમાં વહી જશે રે,
                        કલ્પના રહી જશે રે;
અરે આ કાળા સઘળા કેશ શ્વેત સહુ થઇ જશે રે,
                        કલ્પના રહી જશે રે.                             ટેક.
સુખ દુઃખ સહીને ઘર તજી દઇને જાવું મરી,
હરિ ભજવાનો અવસર આવો નાવે ફરી;
                        મુરખ કર સતસંગ.                             અરે આ જોબન.૧
અસાર આ સંસાર સઘળો દુઃખદાયક જાણો
બે દિન સારુ દેહમાં અભિમાન તે નવ આણો;
પરનાર સંગ ભોરીંગ સરખો મૂઢ તે નવ માણો,
કહે દાસ નારણ નિત્ય હરિનો સ્નેહ તો વખાણો.
                                                                               અરે આ જોબન.૨

મૂળ પદ

અરે આ જોબન રંગ પલકમાં વહી જશે રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી