ઇચ્છારામના બંધુને ભજો આજ રે, ૨/૨

 પદ-૨/૨                    પદ-૯૩

ઇચ્છારામના બંધુને ભજો આજ રે,
તારાં કઠણ વેળામાં રહે કાજ સારી;
દુઃખ નાવે જરી વધે લાજરે.ઇચ્છા. ટેક
ભવસાગર સંસારમાં નૌકા છે હરિનામ,
કલ્પતરૂ છે કૃષ્ણજી, પૂરે મનની હામ;
એવા પ્રગટ પ્રભુને સંત સાચા કહિયે,
તેને શરણે જઇને સરે કાજ રે.ઇચ્છારામના
હરિજનના હેતુ હરિ દુરિજનના દુઃખ દેણ.
પ્રેમીની પાસે વસે, નટવર સુંદર નેણ;
એનાં ચરણ સેવીને મહા સુખીયા થયા,
જગ જીતિ ગયા રંક રાજ રે.ઇચ્છારામના.
અવસર અમુલ્ય આવીયો, ભજવા શ્રી અવિનાશ,
ઋણ છૂટે બહુ જન્મનાં કે'છે નારણદાસ;
નિકર આગળ અપાર દુઃખ આવે ઘણું.
જન્મ મરણ તણું વધે વ્યાજ રે.ઇચ્છારામના.

મૂળ પદ

ફોગટ શાને ફૂલે તું મનમાંય રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી