ભજી લે ભાવ ધરી ભગવાન, તજી દે ધન જોબન અભિમાન; ૧/૧

પદ-૧/૨ (રાગ: જગતમાં તે નરને ધિક્કાર.)

પદ-૯૮

ભજી લે ભાવ ધરી ભગવાન, તજી દે ધન જોબન અભિમાન;

કરી લે સુપાત્રને દાન, ધરી લે ધર્મકુંવરનું ધ્યાન.ટેક.

માયામાં મસ્તાનો થઇને ભૂલ્યો સઘળું ભાન,

જમના કિંકર પકડી જાશે ત્યાં ઉતરશે માન;

અન્ત વખતમાં શું છે તહાંરે, માન વચન મૂર્ખ તુ મારૂં;

અરરરરરર નાદાન.ભજીલે.૧

વિષય જન સંગાતે જઇને કીધું વિષય પાન,

પર ત્રિયામાં પૂરણ લાગ્યું તોફાનીને તાન;

દાસ નારાયણ કે'છે વાણી, જમના દૂત ઘાલશે ઘાણી;

અરરરરરર બેભાન.ભજીલે.૨

મૂળ પદ

ભજી લે ભાવ ધરી ભગવાન, તજી દે ધન જોબન અભિમાન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી