જીવેશ્વર માયા મહા, વળી બ્રહ્મ પરિબ્રહ્મ તેહ; ૧/૧

પદ:૧ (રાગ :પૂર્વછાયો)
પદ-૧૦૧
 
જીવેશ્વર માયા મહા, વળી બ્રહ્મ પરિબ્રહ્મ તેહ;
રૂપ યથાર્થ જાણવું, જ્ઞાન કહિયે તેહ.
પ્રકૃતિ પુરુષ ને અક્ષર, તે થકી પર ભગવાન;
સર્વાત્મા સમઝે હરિને, જેના ઉરમાં જ્ઞાન.
જ્ઞાનિ ભજત ગોવિંદને ઘણા , ગમે છે ઘટમાંય;
અખંડ તેહના ઉરમાં, રહે વાસ કરી વૃજરાય.
ભગવદ ગીતામાં કહ્યું, શ્રીમુખે શ્રી ભગવાન;
જ્ઞાની મારો આત્મા, મુને પ્રિય પ્રાણ સમાન. ૪ 

મૂળ પદ

જીવેશ્વર માયા મહા, વળી બ્રહ્મ પરિબ્રહ્મ તેહ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી