બ્રહ્મ રૂપ થઇને ભજે, પરિબ્રહ્મ પુરુષોત્તમ હરિ; ૧/૧

પદ-૧૦૩(રાગ :પૂર્વછાયો)

પદ-૧૦૩

બ્રહ્મ રૂપ થઇને ભજે, પરિબ્રહ્મ પુરુષોત્તમ હરિ;

વિષય રમણિક નિરખીને, ડગે નહિ કેદિ જરિ.૧

સુખ દુઃખ વૃદ્ધિ હાણને, વળી માનાપમાન સમાન;

કંચન કચરો તુલ્ય જાણે, જેના ઉરમાં છે જ્ઞાન.૨

જ્ઞાન વિના સંસારમાં, સહુ મનુષ્ય પશુને તુલ્ય;

ફેર જ એમાં એટલો જે, શિંગ પૂંછની ભૂલ્ય.૩

ભક્ત થયા ભગવાનના, અને વિષયની હોય વાસના;

અમૃતને અળગું કરીને, પિનારા તે છાશના.૪

મૂળ પદ

બ્રહ્મ રૂપ થઇને ભજે, પરિબ્રહ્મ પુરુષોત્તમ હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી