જીવ ધારો દેહથી ન્યારો છે અવિકારો; ૧/૧

પદ-૧(રાગ :મહાડ)
પદ-૧૦૬
 
જીવ ધારો દેહથી ન્યારો છે અવિકારો;વિચારો અજરામર અવિનાશ. ટેક.
વાયુથી વારીથી વહ્નિથી વ્રજથી વેરીથી નાશ ન થાય;
મંત્ર તંત્ર જંત્રથી અસ્ત્રથી નહિ જ છેદાય. જીવ ધારો.૧
નહિ માત નહિ તાત નહિ જાત,નહિ ભ્રાત નહિ વાલો નહિ વેરી કોઇ;
નહિ નર નહિ નારી નહિ રાય,નહિ રંક નહિ ત્યાગી નહિ ગ્રહિ સોઇ. જીવધારો.૨
દેહ ઇંદ્રીય મન પ્રાણથી, પ્રથક જાણો જીવ જરૂર;
બ્રહ્મ સ્વરૂપ સદા સુખકારી, આનંદમાં ભરપુર. જીવધારો.૩
સુક્ષ્મ ચૈતન રૂપ તેજોમય, રહે છે હ્રદય કરી વાસ;
દેહ મારતાં જીવ મરે નહિ, કે'છે નારણદાસ. જીવ ધારો.૪

મૂળ પદ

જીવ ધારો દેહથી ન્યારો છે અવિકારો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી