જેને મળે જેને મળે જેને મળે પ્રગટ ઘનશ્યામ; ૧/૧

પદ-૧/૨(રાગ : અંગ્રેજી ઢબનો વણઝારો)

પદ-૧૧૫
 
જેને મળે જેને મળે જેને મળે પ્રગટ ઘનશ્યામ;
ઘર તેનું અક્ષરધામ. ટેક.
પરધન પત્થર કરી જાણે, પર ત્રિયા માત પ્રમાણે;
કદી કરે ન આપ વખાણ;
ભજે અહોનિશ જપે જગદિશ સમરપી શિશ;
વાસના વામે. ઘર તેનું.૧
નિત રટે(૩) નારાયણ નામ, આત્મા થઇ આઠે જામ;
જેના ઉરમાં અધિક વિવેક, નવ તજે આપતમાં ટેક;
હરિ વચન ન લોપે એક;
સેવામાં હજુર, રહે થઇ શૂર, મારી કરે ચૂર;
ક્રોધ ને કામ. ઘર તેનું.૨
નવ ચઢે(૩) જગતને ભામ, મિથ્યા જાણીને તમામ;
બહુ હેત કરે હરિજનમાં, કાંઇ રાગ દ્વેશ નહિ મનમાં;
અભિમાન ધરે નહીં તનમાં;
માન અપમાન , લાભ ને હાણ, થયાં છે સમાન;
ધિરજનું ધામ. ઘર તેનું.૩
જેને અખંડ(૩) અહો અહો થાય નિશ્ચે તે બ્રહ્મપુર જાય;
સુખ સંસારી નવ ઇચ્છે, સાકાર પ્રભુને પ્રીછે;
એવી અંતર દ્રઢમતિ છે;
કૃતારથ તેહ, થયો ધારિ દેહ, શ્રીજીમાં સ્નેહ;
અચળ અભિરામ. ઘર તેનું.૪
નવ લહે(૩)પડેલું દામ, કરે ભક્તિ થઇ નિષ્કામ;
કામાદિક શત્રુ બાળે;મદ્યમાંસ મદિરા ટાળે;
નવ દિયે તે કોઇને ગાળે;
કે'નારાયણદાસ, પ્રભુની પાસ, કરે નિત્ય વાસ;
ઠરે જઇ ઠામ. ઘર તેનું.૫

મૂળ પદ

જેને મળે જેને મળે જેને મળે પ્રગટ ઘનશ્યામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી