જેને મળ્યા પ્રગટ અવતારી, એથી શી પદવી ભારી; ૧/૧

પદ-૨/૨
પદ-૧૧૬
 
જેને મળ્યા (૩)પ્રગટ અવતારી, એથી શી પદવી ભારી;
ધન્ય મળ્યા તે ધર્મ દુલારો, તેનો સફળ થયો જનમારો;
તેને નથી અક્ષરનો ઉધારો;
છતે આ દેહ, અક્ષરમાં તેહ, રહે કરી ઘેહ;
સમીપ મોરારી. એથી શી.૧
જેણે કર્યા (૩) પુન્ય બહુ ભારી, તેને પ્રગટ મળ્યા અવતારી;
તેનાં સર્વે કાર્ય સિદ્ધાં, સર્વોપરી સુખડાં લીધાં;
જમને શિર પગલાં દીધાં;
સકલ જગનાથ, દિધો શિર હાથ, તેની શી વાત;
કહું વિસ્તારી. એથી શી.૨
ધન્ય ધર્યો(૩) મનુષ્ય અવતાર, જેણે ગાયા હરિગુણ સાર;
સત્સંગ કરે શુદ્ધ ભાવે, હરિજનનો અવગુણ નાવે;
ગરજુ થઇ હરિગુણ ગાવે;
સ્વામી સુખભેર, તેના પર મહેર, કરે બહુ પહેર;
ગોવિંદ ગિરધારી. એથી શી.૩
નવ ગમે(૩)કદી કુસંગ, જેને ચઢ્યો પ્રગટનો રંગ;
શિક્ષાપત્રી પ્રમાણે, વરતે તેનું થાય કલ્યાણે;
હરિ સંગે આનંદ માણે;
સરે સૌ કાજ, રીઝે વ્રજરાજ, અલૌકિક આજ;
સદા સુખકારી. એથી શી.૪
સત કહ્યું (૩)નારાયણદાસે, જે હેતે હરિગુણ ગાશે;
સુખસાગરમાં જઇ ઠરવા, વૃષનંદન હરિને વરવા;
કર્મ કાળ થકી ઉગરવા;
પ્રભુમાં પ્રીત, કરી છે નિત્ય, તેની થઇ જીત;
જુગો જુગ ભારી. એથી શી.૫ 

મૂળ પદ

જેને મળ્યા પ્રગટ અવતારી, એથી શી પદવી ભારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી