અરે ઓ અંધ મતિના મંદ અકલ ગઇ તારી રે;૪/૪

 પદ-૪/૪                     પદ-૧૨૮

અરે ઓ અંધ મતિના મંદ અકલ ગઇ તારી રે;
                        મુરખતા છોડીને તું માન શિખામણ મારીરે.      ટેક.
આ જોબનમાં શું ભરમાયો, પ્રભુ વિસારી ધૂળ કમાયો;
                        તે અન્ત સમયમાં કામ કશું નાવે જરીરે.          અરે.૧
ગર્ભવાસમાં શું કહિ આવ્યો, ગાફ્લ નર તે વચન ગુમાવ્યો;
                        ઓ ઉંધા લીધો ભાર કર્મ ઉંધા કરીરે.               અરે.૨
મનુષ્ય દેહ છે ભવનો આરો, તે ખોયો એળે જનમારો;
                        આ હરિ દરશન નવ કીધું માનવ તનુ ધરીરે.  અરે.૩
ચેત ચેત નર ચતુર ચિત્તમાં, શું મળવાનું છે સુતવિત્તમાં;
                      આ દાસ નારણનો નાથ ભજી ભવ જાશો તરીરે.અરે.૪
 

મૂળ પદ

સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રગટ્યા આ સમે રે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી