જેને જ્ઞાન નથી ઘટમાંય, તેનું કલ્યાણ તે કેમ થાય.૧/૨

પદ-૧/૨ (રાગ :વણઝારો)
પદ-૧૩૪
 
જેને જ્ઞાન નથી ઘટમાંય, તેનું કલ્યાણ તે કેમ થાય. ટેક
સત્યાસત્ય વિવેક વિચાર, નથી જાણતા સાર અસાર રે;
એવા મૂઢ મતિ જગમાંય. તેનું.૧
નથી ધર્મ એકાંતિક પાળ્યો, નથી કામ શત્રુને બાળ્યોરે;
નથી રાજી કર્યા વ્રજરાય. તેનું.૨
નથી એકાદશી વ્રત કીધું, નથી સુપાત્રને દાન દીધું રે;
નહિ તીરથમાં જઇ નહાય. તેનું.૩
નથી જાણ્યા ખરા જગદીશ, નથી ઓળખ્યા અક્ષરઇશ રે;
જેથી શિક્ષાપત્રી ન પળાય. તેનું.૪
નથી ભજ્યા પ્રગટ ભગવાન, નથી તજ્યું દેહાદિક માન રે;
નથી સેવ્યા પ્રભુના પાય. તેનું.૫
નથી સંત સમાગમ કીધો, નથી હેતે હરિરસ પીધોરે;
એમ દાસ નારાયણ ગાય. તેનું.૬ 

મૂળ પદ

જેને જ્ઞાન નથી ઘટમાંય, તેનું કલ્યાણ તે કેમ થાય.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી