મારો હાથ તમારે હાથે છે મારા નાથ સદા તું સાથે છે ૨/૨

મારો હાથ તમારે હાથે છે, મારા નાથ સદા તું સાથે છે...ટેક.
તારે રાજીપે હું રાજી છું, તારો પ્રેમ મળ્યો હું સાજી છું;
તમે મારા જીવન છો શ્રીજી, મને વાત ન ગમે હવે બીજી.
...મારો હાથ૦ ૧
આવો આવો મારા વાલીડા, મારા જીવન સાથી ગોઠીડા;
તારે માટે મુજને જાણી લે, મારો પ્રેમ છુટે દીલ માણી લે.
...મારો હાથ૦ ૨
હું ઢેલ તારી તું મોર મારો, મને લાગે તું પ્રીતમ પ્યારો પ્યારો;
જ્ઞાનજીવનને હૈયે ચોંટ્યા છો, ભાવે કરીને મુજને ભેટ્યા છો.
...મારો હાથ૦ ૩

મૂળ પદ

હું તો તમારે શરણે આવી છું,

મળતા રાગ

મને મળીયા સહજાનંદ સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી