એવા પ્રભુને ભજીને, જન્મ ધર્યો તે સફળ કરી લેવો;૨/૪

પદ-૨/૪
પદ-૧૪૧
એવા પ્રભુને ભજીને, જન્મ ધર્યો તે સફળ કરી લેવો;
ભક્ત બનીને પ્રભુના, પાપને રસ્તે પગ નહિ દેવો.             ૧
કનક કાન્તા ને કાયા માયા, મમતા જગતની જુઠી;
સગાં સંબંધીને છોડી, એક પલકમાં જાવું છે ઉઠી.               ૨
સર્વેનું શ્રીજી ચલાવે, ફોકટ ફૂલે મૂરખ મમતા કરી;
શ્વાન શકટની સાથે, ગતિ કરે છે મિથ્યા માન ધરી.              ૩
માટે ભક્ત બનીને ભજે, ભજાવે ભાવ ધરી હરિને;
પાળે ને ધર્મ પળાવે, તે નહિ આવે ગર્ભ વિષે ફરીને.          ૪ 

મૂળ પદ

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી