જગમાં ઝાઝું નથી જીવવું, મરવું પગલાંને હેઠજી;૫/૬

પદ-૫/૬
પદ-૧૫૭
 
જગમાં ઝાઝું નથી જીવવું, મરવું પગલાંને હેઠજી;મોટા મોટા તે મરી ગયા, લાખો લખપતિ શેઠજી. જગમાં.૧
રાવણ સમો નહિ રાજીઓ, હિરણ્યકશ્યપ અસુરજી;કેર કૌરવનો તે થઇ ગયો, ઉડી ગયાં જેમ તુરજી. જગમાં.૨
સગર રાજાને ઝાઝા છોકરા, હતા સાઠ હજારજી;યજ્ઞ તુરંગ ગયા ગોતવા, થયા ભસ્મ તે ઠારજી. જગમાં.૩
અનગણ નાણું નંદરાયનું, રહ્યું દરિયાની માંયજી;તેની રે ત્રાસે પ્રાણ છાંડીયો, કામ ન આવ્યું કાંયજી. જગમાં.૪
ઉઠી શક્યો નહિ ઉટીયો, બોલાવ્યો બહુ વારજી;બોધ લાગ્યો તે બાજંદને, ચાલ્યા છોડી સંસારજી. જગમાં.૫
વિજના ઝબકારા જેવું જીવવું, જેવું વંડીનું ઘાસજી;પાણી રે તણો પરપોટડો, એવી જીવવાની આશજી,  જગમાં.૬
દુઃખના ડુંગર જ્યારે ઉગશે, ત્યારે કોણ કરે સહાયજી;નારાયણદાસના નાથને, ભજે ભવ દુઃખ જાયજી. જગમાં.૭
આ કીર્તન શિખે સાંભળે, તેને ઉપજે વૈરાગજી;લગની લાગે નંદલાલમાં, કરે સંસાર ત્યાગજી. જગમાં.૮

મૂળ પદ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી