મરણ આવ્યું તે પાછું નહિ વળે, કરશો કોટિ ઉપાયજી;૬/૬

પદ-૬/૬
પદ-૧૫૮
મરણ આવ્યું તે પાછું નહિ વળે, કરશો કોટિ ઉપાયજી;
દોરી રે તુટી જે આ દેહની, પછી નહિ તે સંધાયજી.મરણ.૧
વૈદ્ય તેડાવો કોટી વેગથી, જુવે નાડી જરૂરજી;
દવા રે કરી કરી હારિયા, દુઃખ નવ થાય દુરજી.મરણ.૨
ભુવા તેડાવો કાઢે ભૂતને, ઘરમાં થાય ધુણા ધુણજી;
ડમ ડમ વાગે રૂડા ડાકલાં, દુઃખ દુર કરે કોણજી.મરણ.૩
જપ કરાવો જોષી પાસે, રખે ગ્રહ વાંકા હોયજી;
પનોતિ બેઠી પાયે લોહને, જન્મપત્રિકા જોયજી.મરણ.૪
બાધા રાખો બધા દેવોની, ખરચો રૂપિયા અનેકજી;
આખડી રાખો અતિ આકરી.મટે રોગ ધરો ટેકજી.મરણ.૫
તેડું આવ્યું જમરાયનું, તે તો પાછું ન જાયજી;
ચિક્રી રે આવી ચાલવા તણી, કહો કેમ રે'વાયજી.મરણ.૬
જન્મ ધર્યો ત્યાંથી જાણવું, માથે મરણ જ હોયજી;
વૃથા વેળા શાને કીજીયે, શોક તજી દ્યો સૌ કોયજી.મરણ.૭
મનનું ધાર્યું તે મનમાં રહે, ધાર્યું ધણીનું તે થાયજી;
નારણદાસના નાથને, ભજે ભવદુઃખ જાયજી.મરણ.૮

મૂળ પદ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી