દેખ દેખરે દિલમાં વિચારી દેહ તારો, છે નર્કથી ખુબ નઠારોરે.૧/૩

પદ-૧/૩ (રાગ : મરશિયો)
પદ-૧૫૯
દેખ દેખરે દિલમાં વિચારી દેહ તારો, છે નર્કથી ખુબ નઠારોરે.
દેખ દેખરે.ટેક.
સપ્ત ધાતુનું આ છે શરીરરે, મેદ મજ્જા ને માંસ રૂધિરરે;
ત્વચા નાડીઓને અસ્થિ અચિર રે.દેખ.૧
કફ વાયુ ને કરમિયા ભરેલું રે, મળ મુતર ને નર્કથી ઠરેલું રે;
પરૂ પાચ ને દુર્ગંધે રચેલું રે.દેખ.૨
નવ દ્વારે નિત્ય મળ ઝરેછેરે, નયણાં નાસિકા તે નિત્ય ગળે છેરે;
તેમાં મુઢ મતિ મોહ કરે છે રે.દેખ.૩
અસ્થિ કટકા ને સાંધા જડેલું રે, ક્રોડ કિડાથી ભીંતર સડેલું રે;
બહાર ત્વચા ને ચર્મથી મઢેલું રે.દેખ.૪
રગે રગે તો રોગ છે ભારીરે, આધિ વ્યાધિ ને આવે ઓકારીરે;
કફ પિત્તની છાતીમાં જારી રે.દેખ.૫
ભોમી ડાટે તો જીવડા થાયે રે, તથા બાળે તો રાખ બની જાયેરે;
નાખે જળમાં તો જળચર ખાયેરે.દેખ.૬
એવું નાશવંત દેહ છે નકારું રે, ક્ષણભંગુર તે નથી રહેનારું રે;
તેને મુઢ મતિ જીવ કહે મારુરે.દેખ.૭
એવા દેહના ભાવ તજી દેવારે, થઇ આત્માને હરિ ભજી લેવારે;
ક્ષર મુકીને અક્ષરમાં રહેવારે.દેખ.૮
દેહ આત્માને ભિન્નતા ભારીરે, તેને એક કહે તે અઘકારી રે;
જીવ સત્ય ને કાયા મરનારી રે.દેખ.૯
કાચી કાયાનો શો વિશ્વાસરે, ભાવ ધરી ભજો અવિનાશરે;
સત કહે છે નારાયણદાસ રે.દેખ.૧૦

મૂળ પદ

દેખ દેખરે દિલમાં વિચારી દેહ તારો, છે નર્કથી ખુબ નઠારોરે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી