ચેત ચેત કાળ ભમે છે તારી કેડેરે, ૩/૩

પદ-૩/૩
પદ-૧૬૧
 
ચેત ચેત કાળ ભમે છે તારી કેડેરે,નહિ મુકે મંદિરમાં ને મેડેરે. ચેત.ટેક.
લઉં લઉં એમ કાળ કરે છેરે, મૂરખ ફિકર તજીને ફરે છે રે;જોને તું જેવા નિત્યે મરે છે રે. ચેત.૧
નિત્ય મરે છે નાના ને મોટારે, જેમ પાણી તણા પર પોટારે;એવા માયાના ખેલ છે ખોટારે. ચેત.૨
નિત્ય કાળ ભમે છે તને લેવારે, લેશે પલમાં દેશે નહીં રે'વારે;જેણે લીધા છે રાવણ જેવારે. ચેત.૩
તારા શિરપર કાળ નિત્ય ઝુકેરે;શીદ રામનામ ભજવાનું ચુકેરે;નારણદાસ કહે મોત નહિ મુકેરે. ચેત.૪ 

 

મૂળ પદ

દેખ દેખરે દિલમાં વિચારી દેહ તારો, છે નર્કથી ખુબ નઠારોરે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી