રે હરિ વિના કોણ સગું સાચું; ૧/૧

પદ-૧/૧(રાગ : રે સગપણ હરિવરનું સાચું)
પદ-૧૭૩
રે હરિ વિના કોણ સગું સાચું;
કાયાનું કુટુંબીનું કાચું, રે હરિ વિના.ટેક
રે સંબંધી જુઠાં સંસારી, રે સ્વારથિયા સૌ નરનારી;
અંતે નહિ સહાય કરે તહારી.રે હરિ.૧
રે સાચો એક શામળિયો કહાવે, વિના તેહ કામ કશું નાવે;
ભજ્યા વિના દુઃખ નહિ જાવે.રે હરિ.૨
એ એવું જાણી ભુદરને ભજીયે, રે સેવા સુખધામ તણી સજીયે;
અભિમાન ઉર થકી તજીએ.રે હરિ.૩
એ અભય સુખ આપે અંતરજામી, રે ભાંગે નિજ ભકતતણી ખામી;
નારાયણદાસ તણા સ્વામી. રે હરિ.૪

મૂળ પદ

રે હરિ વિના કોણ સગું સાચું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી