જીવડા શું કરવા આવ્યોરે, મુખડે ગોવિંદ ના ગાયો.૩/૮

પદ ૩/૮
પદ-૧૭૮
 
જીવડા શું કરવા આવ્યોરે, મુખડે ગોવિંદ ના ગાયો. ટેક.
રામ રતન ધન અળગું કરીને, તું ધૂળ કામવાને ધાયો;
સાચા પુરુષનો સંગ છોડી દીધો, કામ ક્રોધમાં કચરાયો. જીવડા.
કારીગરીનું કશું કામ નથી યાંતો, પ્રભુ ભજે તે ડાહ્યો;
ચતુર થઇને પ્રભુને ચુક્યો તે, ખરેખરી ખેપ લુંટાયો. જીવડા.
ભવતારણ ભૂલ્યો ને ફોગટમે ફૂલ્યો, માણસમાં મોટો મનાયો;
એક પલકમાં ઉખડી તે જશે, કાયાનો કાચો તે પાયો. જીવડા.
પરધન લેતો ને પરદારા જોતો, લુચ્ચો જરી ન લજાયો;
નારણદાસના નાથને ભજ્યા નહીં.એળે જન્મ ગુમાયો. જીવડા. 

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી