ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરો જી ૩/૯

પદ-૧૮૬ પદ ૩/૯
ભવસાગરમાં ભક્તિ હરિની, ઉગરવાનો આરો જી;
એ વિના ઉપાધિ બીજી, વેઠ તરીકે ધારો જી-૧
સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે, સ્વપ્ના સાથે જાશે જી;
જાગ્યા પછી કાંઇ મળે નહિ, એકેય વસ્તુ પાસે જી-૨
જન્મ્યા પહેલાં જગત નહોતું, મુવા પાછળ નથી જી;
વચમાં વળગ્યું જુઠા જેવું, કવિ કહે છે કથી જી-૩
માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટો જી;
દાસ નારાયણ હરિ ભજીને, લાભ કરી લ્યો મોટો જી-૪

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0