કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;૪/૯

 કાયા કાચો કુંભ ધૂળનો, ધૂળ પલકમાં થાશેજી;
	પાપ કર્યાં તે માથે લઈને, જીવ એકલો જાશેજી...૧
લખચોરાશી ચાર ખાણમાં, જન્મ ઘણેરા લીધાજી;
	માતપિતા ને ભાઈ દીકરા, સગાં સંબંધી કીધાંજી...૨
તે તો તારે અંત વખતમાં, કોઈ કામ ન આવ્યુંજી;
	કોડી બદલે ગાફલ પ્રાણી, રામ રતન ગુમાવ્યુંજી...૩
ક્ષણભંગુર આ દેહ ધર્યો તે, ખેહ પલકમાં થાશેજી;
	ભાવ ધરીને હરિ ભજી લ્યો, કહ્યું છે નારણદાસેજી...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

દાટયો રે’ને ચોર દૈવના

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0