શરીરનાં સંબંધી સર્વે, શરીર સાથે જાશેજી૫/૯

 શરીરના સંબંધી સર્વે, શરીર સાથે જાશેજી;
	ઋણ સંબંધે ભેગા થઈને, અંતે અળગા થાશેજી...૧
શ્રાવણ મહિનાની વાદળીઓ, વાયુથી વેરાયેજી;
	એ પ્રમાણે સગાં સહોદર, થાયે ને વહી જાયેજી...૨
ઝાકળનાં પાણી સરીખી, કાયા માયા જૂઠીજી;
	વ્હાલાને વિસારી જાવું, એક પલકમાં ઊઠીજી...૩
હરતાં ફરતાં ખાતાં પીતાં, કાળ વસે છે પાસેજી;
	જ્યારે ત્યારે પકડી લેશે, કહ્યું છે નારણદાસેજી...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

દાટયો રે’ને ચોર દૈવના

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી