કાદવ કેરાં કુંભ કોડિયાં કડૈયા ને કોઠીજી;૬/૯

 કાદવ કેરાં કુંભ કોડિયાં, કડૈયાં ને વળી કોઠીજી;
	છાલાં ને પિયાલા રૂડાં, લોટા ને વળી લોટીજી...૧
મહોલ માળિયાં ભાતભાતનાં, મેડીઓ બનાવીજી;
	 પટાદિક અનેક રચના, માટીની રચાવીજી...૨
વસ્તુતાએ ધૂળ તણું તે, ધૂળ ભેગું થાશેજી;
	કાચી કાયા જૂઠી માયા, જોતાં જોતાં જાશેજી...૩
સત્વર થઈને હરિ ભજી લ્યો, જન્મારો વહી જાશેજી;
	બળતામાંથી બૂકી લેવું, કહ્યું છે નારણદાસેજી...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

દાટયો રે’ને ચોર દૈવના

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0