નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;૭/૯

 નાશવંત આ દેહ વડેથી, અવિનાશી ફળ લેવુંજી;
	પત્રાવળાને જમી કરીને, બહાર ફેંકી દેવુંજી...૧
મનગમતું મૂકીને મનવા, હરિ ગમતામાં રહેવુંજી;
	દેહ ધર્યો તે સુખ દુ:ખ આવે, તેને વેઠી લેવુંજી...૨
હરિજન ઉપર હેત કરીને, ભૂધરજીને ભજવાજી;
	ભક્તિમાં જે વિઘ્ન કરે તે, વેરી જાણી તજવાજી...૩
બીજાં સર્વે કામ બગાડી, મોક્ષપંથ સુધારોજી;
દાસ નારાયણ હરિ ભજીને, સફળ કરો જન્મારોજી...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

દાટયો રે’ને ચોર દૈવના

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0