જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;૮/૯

 જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુંજી;
	વ્હાલમને વિસારી દીધા, કીધી બીજી વાતુજી...૧
યમ ધર્મ તે લેખા લેશે, કાઢી તારું ખાતુજી;
	જોરાવર છે જમના દૂતો, તેની ખાશો લાતુજી...૨
કડકડતી કડામાં નાંખે, તેલ કરીને તાતુજી;
	અભાગિયા તેં જાણી જોઈને, દુ:ખ લીધું વેચાતુજી...૩
હરિચરણનું શરણું છોડી, મન મેલ્યું અથડાતુજી;
	દાસ નારાયણ કે’ છે હવે, જમપુરીમાં જા તુજી...૪ 
 

મૂળ પદ

જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી;

મળતા રાગ

દાટયો રે’ને ચોર દૈવના

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0