પેલો નંદ દુલારો કામણગારો પ્રાણથી પ્યારો જીવન જમુના તીર;૧/૧

પદ-૧/૧(રાગ :મહાડ)
પદ-૨૧૭
પેલો નંદ દુલારો કામણગારો પ્રાણથી પ્યારો જીવન જમુના તીર;
મીઠી મોરલી વાળો છેલ છોગાળો કાન ગોવાળો જીવન જમુના તીર.
આજ સવારે જળ ભરવાને ગઇતી જમુના તીર;
જળમાં જેવો પાવજ બોળ્યો તેવું તાણ્યું ચીરરે.પેલો નંદ.૧
મારગ વચ્ચે ઉભો જ આડો સુંદર શ્યામ શરીર;
ચુપ કરી મારી ચુનડી તાણી બળ કરી બળવીરરે.પેલો નંદ.૨
નણદી મારી બહુ નઠારી ને રસિયે રોક્યો ઘાટ;
મર્મ કરીને મોહનજીયે ફોડ્યું મહિનું માટ રે.પેલો નંદ.૩
વેણ વજાડી મોહ લગાડી કોડીલે વર કાન;
નારણદાસના નાથને જોઇને ભૂલી ગઇ તન ભાનરે.પેલો નંદ.૪

મૂળ પદ

પેલો નંદ દુલારો કામણગારો પ્રાણથી પ્યારો જીવન જમુના તીર;

મળતા રાગ

મહાડ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી