રે સત્સંગ શિર સાટે કરીયે, છબી ઉર શ્રીજીની ધરીયે. ૧/૧

પદ-૧/૧(રાગ : રે સગપણ હરિવરનું સાચું)
પદ-૨૧૮
રે સત્સંગ શિર સાટે કરીયે, છબી ઉર શ્રીજીની ધરીયે. રે સત્સંગ.
રે દુર્જન છોને મરે દાઝી, રે પામર નિંદા કરે પાજી;
રે તેમ તેમ ખુબ થાઉં રાજી.રે સત્સંગ.૧
રે અચાનક પીડા આવે તનમાં, રેઅપમાન થાય ઘણા જનમાં;
રે તોયે પણ ડગે નહિ દીલમાં.રે સત્સંગ.૨
રે જેમ જેમ દુઃખ પડે ભારી, રે તેમ તેમ શ્રદ્ધા ધરે સારી;
રે તેના પર રીઝે અવતારી.રે સત્સંગ.૩
રે સુખ દુઃખ દેહતણાં સંગી, રે તેને નવ ઇચ્છે આત્મરંગી;
રે ભક્તિ કરે નૌતમ નવ અંગી.રે સત્સંગ.૪

મૂળ પદ

રે સત્સંગ શિર સાટે કરીયે

મળતા રાગ

રે સગપણ હરિવરનું સાચું

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી