પ્રભુ આવો ગોકુલમાં કાનરે, મથુરામા મોહન શીદ બેસી રહ્યા ૧/૧

પદ-૨/૨
પદ-૨૩૧
પ્રભુ આવો ગોકુલમાં કાનરે, મથુરામા મોહન શીદ બેસી રહ્યા;
નમે'રા શું થયા ભગવાનરે.પ્રભુ.ટેક.
વાલા વિના વ્રજનારને પલ જુગ જેવડી જાય,
ઘડી એક ગમતું નથી મંદિર ખાવા ધાય;
હું તો ઘેલી ફરું ગિરધારી વિના,
આવો રંગના ભીના આપું માનરે.પ્રભુ.૧
વિયોગ રોગ દીર્ધ થયો ગયો ન પાપી પ્રાણ,
વાઘ નાગ ડશીયો નહિ વાગ્યાં નહીં વિરહનાં બાણ;
મને જીવવું જગતમાં ગમતું નથી,
કહું કોને કથી ભૂલી ભાનરે.પ્રભુ.૨
તરછોડી ત્રિકમ ગયા દુઃખની શી કહું વાત;
સેજડલી સૂની પડી જાતી નથી કાંઇ રાત;
દાસ નારાયણ કહે આવો પ્રાણપતિ,
કરૂં રાજી અતિ ગુલતાનરે.પ્રભુ.૩

મૂળ પદ

ઉદ્ધવ કેજો વાલાને એક વાતરે,

મળતા રાગ

ધિમા ધિમા ચાલોને મારા પ્રાણરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી