જેવાં પ્રીય સુત ને નારી એવા પ્રીય હોય ગિરધારી૧/૧

પદ-૧/૧(રાગ :સુણો સખી દિલમાં ધારી)
પદ-૨૩૩
 
જેવાં પ્રીય સુત ને નારી એવા પ્રીય હોય ગિરધારી;
તેની સહુ ખોટ ગઇ બહારી અન્તે ગતિ થાય અતિ સારી. ટેક.
જારી નર નારી તણું મન પરસ્પર જેમ, 
તે રીતે હરિ ચરણમાં ચિત્ત ધરે કરી પ્રેમ;
તેનાં પર શ્યામ સુખકારી, રિઝે અતિ વ્રજવિહારી. જેવાં.૧
નટની વૃત્તિ દોરમાં ચુકે નહિ લગાર, 
પાણીયારીની બેડલે નજર તે નિર્ધાર;
એવી રીતે રામ રૂદે ધારી, ભજન કરે ભાવથી ભારી. જેવાં.૨
પ્રેમ સહિત હરિ ચરણમાં ચોંટ્યું જેનું મન;
તેને અક્ષરમાં જતાં કોણ કરે વિઘન;
નારાયણદાસ નરનારી.પદાર્થ પામશો ચારી. જેવાં.૩ 

મૂળ પદ

જેવાં પ્રીય સુત ને નારી એવા પ્રીય હોય ગિરધારી

મળતા રાગ

સુણો સખી દિલમાં ધારી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી