આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે, ૧/૪

 પદ-૧/૧(રાગ :પૂનમચાંદની ખીલી)
પદ-૨૩૭
આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે, 
અક્ષર મુક્તોને લાવ્યા સાથ અપાર;
ભાવિક ભકતોને ભુધર ભાવીયા રે, 
જે છે અખિલ ભુવનના અલબેલો આધાર. આજે.ટેક.
ધર્મ તનુજ ધરણી પરે કરી ધર્મની પાજ, 
અનેક ભકત ઉદ્ધારવા મેહેર કરી મહારાજ;
અવિચળ મુક્તિ આપી અલબેલાજી આ સમેરે, 
કોટિક નરનારીને કીધાં ભવજળ પાર. આજે.૧
કળિયુગમાં કરુણા કરી પ્રગટ્યા પૂરણ બ્રહ્મ, 
ચતુરજન ચેતી ગયા મુઢ ન જાણે મર્મ;
તે તો હાર્યો જીતી બાજી આ સંસારમાંરે, 
જેણે જાણ્યા નહિ જગપતિ કરતાર. આજે.૨
સર્વોપરી સુખ આપવા સ્વયં ધર્યો અવતાર, 
દાસનાં દુઃખ કાપવા ધર્મતણા કુમાર;
દર્શન દીધાં પાવન કીધાં છે નરનારને રે, 
વાલે ઉઘાડ્યું છે અક્ષર કેરું દ્વાર. આજે.૩
વિશ્વંભર વિશ્વપતિ વિશ્વતણા આધાર, 
અધમ ઉદ્ધારણ આપ છો મોક્ષ તણા દાતાર;
દાસ નારણ તે વેગે કરે વિનંતી રે, 
નિત્ય રહેજો મારા હૃદય કમળ મોઝાર. આજે.૪

મૂળ પદ

આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે,

મળતા રાગ

પૂનમચાંદની ખીલી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી