મારો વ્હાલો પધાર્યા છે અમારે ગામ આજ નાચે આનંદે આ ભકતો તમામ ૧/૧

મારો વ્હાલો પધાર્યા છે અમારે ગામ,
આજ નાચે આનંદે આ ભકતો તમામ...ટેક.
સંતો સાથે શ્રીહરિજી રહ્યાં સોહાય,
જોઇ મૂર્તિને મન મારૂ અતિ લોભાય...મારો૦ ૧
આવ્યા ખબર લેવા ને હરિ મોક્ષ દેવા,
સૌને પોતાની મૂર્તિના સુખમાં લેવા...મારો૦ ૨
આજ સોનાનો સુરજ ઉગ્યો મારે,
આજ નાચે છે શ્રીજી સહુ ભકતો હાંરે...મારો૦ ૩
આજ મૂર્તિમાં મન રાખી નાચો કુદો,
કામ, ક્રોધ, લોભ, મોહનો વાળો છુંદો...મારો૦ ૪
થયા શ્રીજી ને સંતો આ અતિ રાજી,
રહ્યો સર્વત્ર જીતનો ડંકો ગાજી...મારો૦ ૫
જ્ઞાનજીવન કહે છે હરિ સંતોનું બળ,
રાખો રાખોને હૈયે સહુ અતિ અટળ...મારો૦ ૬

મૂળ પદ

મારો વ્હાલો પધાર્યા છે અમારે ગામ

મળતા રાગ

કહું કુંડળ ગામના ભકતોના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી