મુગટ ધારી મોહન મારી વ્હાર કરો;૧/૨

પદ-૧/૨(રાગ :કેરવો ત્રિવિક્રમ)
પદ-૨૪૭
મુગટ ધારી મોહન મારી વ્હાર કરો;
દયા કરી દુઃખ હરો, ભરોસો અચળ ખરો.રેહાં....મુગટ.૧
હાથ જોડી હજુર નાથ આગે ખડી, ઉગારો આજ ઘડી;
પ્રભુ તારે પાય પડી, કરો મને સૌમાં વડી..રે હાં ....મુગટ.૨
જોઇ રહી છું મોહન તારા મુખભણી, સહાય કરો રાંક તણી;
તમો વિના કોણ ધણી, ત્હારિ મને આશ ઘણી..રે હાં..મુગટ.૩
કોટી જનનાં કલ્યાણ કર્યા આજ સમે, હરિજન રંગે રમે;
નારાયણદાસને ગમે, આસુરી અળગા ભમે...રે હાં..મુગટ.૪

મૂળ પદ

મુગટ ધારી મોહન મારી વ્હાર કરો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી