અલૌકિક ગુણ તમારા રે, સદા સુખધામ અમારા રે ૧/૧

 પદ ૪૮

અલૌકિક ગુણ તમારા રે, સદા સુખધામ અમારા રે    ટેક.
દયા ક્ષમાદિક ગુણ અલૌકિક, કલ્યાણકારી અપાર;
આપ સ્વરૂપમાં અખંડ રહે છે, વિવેક સાર વિચાર.
                કૃપાળુ ચિત્ત ઉદારા રે                  અલૌકિક.૧
ક્રોધ ટાણે પણ ક્રોધ ન વ્યાપે, કામ ટાણે નહીં કામ;
લોભ સમયમાં લોભ ન આવે, એવા છો ઘનશ્યામ.
                ધૈર્યવાન ધર્મ દુલારા રે.               અલૌકિક.૨
સત્ય સંકલ્પ સદાય તમારો, જે ધારો તે થાય;
તેનું નથી અભિમાન તમારે, વેદ ગીતા એમ ગાય.
                કોટિ કોટિ જગદાધારા રે.              અલૌકિક.૩
અધિક સામર્થ્ય અધિક શક્તિ, અધિક પ્રૌઢ પ્રતાપ;
તો પણ વિમુખ કટુક વચન, ક્ષમા કરો છો આપ,
                બીજા એવા કોણ થનારા રે,           અલૌકિક.૪
આપના એક અંગોઠા વડે આ, ડોલે બ્રહ્માંડ અનેક;
ગર્વ નથી તેનો આપને અંતર, એવી તમારી ટેક.
                સૃષ્ટિના સરજનહારા રે.                અલૌકિક.૫
આપમાં જે ગુણ અખંડ રહે છે, બીજાને દુર્લભ તેહ;
આપ ચરણનું શરણ પામી, સેવા સજે અતિ સ્નેહ.
                આવે તેમાં ગુણ તમારા રે.            અલૌકિક.૬
સકલ જીવોના પ્રાણ ને નાડી, પ્રભુ તમારે હાથ;
આપ ઇચ્છા વિણ તરણું ન તૂટે, અનાથના પણ નાથ.
                નારણદાસના પ્યારા રે.                અલૌકિક.૭
 

મૂળ પદ

અલૌકિક ગુણ તમારા રે, સદા સુખધામ અમારા રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી