ધન્ય વૃતપુરી મહાધામ, બહુનામી બિરાજ્યા ઘનશ્યામ. ૧/૧

પદ ૪૯
ધન્ય વૃતપુરી મહાધામ, બહુનામી બિરાજ્યા ઘનશ્યામ.ટેક.
ધન્ય લક્ષ્મીનારાયણ જોડ, પાસે રસિયોરાય રણછોડ રે;
પૂરે હરિજન કેરી હામ.બહુનામી.૧
શોભા ડેરાની છે બહુ સારી, જોઇ આશ્ચર્ય પામે નરનારીરે;
કરે દર્શન આઠો જામ.બહુનામી.૨
અતિ સંઘ ભરાય છે સારો, આવે દર્શન કરવા હજારો રે;
ઘણા દુરથી ખરચી દામ.બહુનામી.૩
ધન્ય ગોમતી ગુણ ગંભીર, ઘણું નાહ્યા છે શામ શરીરરે;
નાહ્યા સંત મહંત તમામ.બહુનામી.૪
મહા તિરથ મોટું ગણાય, આજ અગણિત જન જેમાં નાહ્ય રે;
થાય પવિત્ર પુરુષને વામ.બહુનામી.૫
ઘેર ઘેર ફર્યા ગિરધારી, ઘણો રંગ રમ્યા અવતારી રે;
હરિ ભક્તોને ઠરવા ઠામ.બહુનામી.૬
ધન્ય સંત શિરોમણી સારા, ખરા કલ્યાણના કરનારા રે;
બ્રહ્મસ્થિતિમાં પૂરણકામ.બહુનામી.૭
વ્રતપુરીમાં જે જન જાશે, કરી દર્શન નિર્મળ થાશે રે;
દાસ નારણ તે સુખ પામે રે બહુનામી.૮

મૂળ પદ

ધન્ય વૃતપુરી મહાધામ, બહુનામી બિરાજ્યા ઘનશ્યામ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી