ગોરું તન જોઇને ફૂલ્યો દેહાભિમાનમાં ડુલ્યો; ૧/૧

પદ-૧(રાગ :ગજલ)
પદ ૬૧
 
ગોરું તન જોઇને ફૂલ્યો દેહાભિમાનમાં ડુલ્યો;જન્મ જંજાળમાં ખોયો, વ્યર્થ અવતારને ખોયો.
પુન્ય વ્રત દાન નવ કીધું, નારાયણ નામ નવ લીધું;કપટ દગો દીલમાં રાખ્યો, વિવેકને વાટમાં નાખ્યો.
સંતની શીખ નવ માની, ચોરી ચાડી જઇ કરી છાની;જોયું નહિ આપ વિચારી, આગળ ગતિ શી થશે મારી.
કર્યું નહિ હેત હરિજનમાં રાખ્યા નહિ રામ ઘડી મનમાં;અંતે જમ ભાંગશે ડાચું, નારાયણદાસ કહે સાચું. ૪ 

મૂળ પદ

ગોરું તન જોઇને ફૂલ્યો દેહાભિમાનમાં ડુલ્યો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી