એમ કરતાં વરસ થયાં સાઠ, ત્યારે ઉતરીયો એનો ઠાઠ; ૧/૧

પદ-૧ (રાગ ચોપાઇ) પદ-૬૩

એમ કરતાં વરસ થયાં સાઠ, ત્યારે ઉતરીયો એનો ઠાઠ;
દાંત ડગી ગયા બતરીશ, કાળા મટી ધોળા થયા કેશ.
ચામ ચોટીને કાયા સુકાણી, બોલતાં બંધ બેસે ન વાણી;
પણ તૃષ્ણા મટી નહિ મનની, કરે ધખન્યા અંતર ધનની.
ઘણી વાધી છે વાસના ઘરની, રાખે ખબર છયાં છોકરાંની;
કોઇ માને નહિ એનું કેણ, પણ મનમાં ફૂલે મતિ હિણ.
ઘરબારથી ચલણ ચૂક્યું, પણ મમતાપણું નવ મુક્યું;
ઘડી ગાયા નહિ અવિનાશ, એમ કે'છે નારાયણદાસ.

મૂળ પદ

એમ કરતાં વરસ થયાં સાઠ, ત્યારે ઉતરીયો એનો ઠાઠ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી