ગર્ભની ગતિ ગયો વિસરીરે, જ્યારે આવ્યો તું બહાર;૩/૪

પદ-૩/૪
પદ-૬૭
 
ગર્ભની ગતિ ગયો વિસરીરે, જ્યારે આવ્યો તું બહાર;ચૌદ લોકમાં હવે ચોરટા, તારો કોણ છે આધાર. ગર્ભની.૧
છાતી કહાડી છકમાં ફરેરે, અતિ ફાટેલ આંખ;અસત્ય બોલે અભાગિયો, જુઠી પૂરે છે સાખ. ગર્ભની.૨
સંપત્તી દેખી સામા તણીરે, ઘણું દાઝે છે મન;ભૂંડી દાનત ભરી ભીંતરે, બોલે વાંકાં વચન. ગર્ભની.૩
દગો ઘાલ્યો છે દુકાનમાં રે, મતિહીણા તે મૂઢ;ઓછું આપે ને અદ્કુલીયે, કરી કાટલાંમાં કુડ. ગર્ભની.૪
તર જામીને અજાણ્યું નથીરે, જાણે ભીતર ને બહાર;રતી રતી લખે કાગળે, તન મુક્તાં છે ત્યાર. ગર્ભની.૫
છેટો ફરે સત્સંગીથી રે, કરે વિષયમાં વાસ;સંગત નડી છેક નીચની, કે'છે નારણદાસ. ગર્ભની.૬ 

મૂળ પદ

જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી