સુખ ભર્યુ છે શ્રીજી તમોમાં, રોમે રોમે અપાર રે ૪/૪

સુખ ભર્યુ છે શ્રીજી તમોમાં, રોમે રોમે અપાર રે;
પામે છે તેને સેવક તમારા, પામી તમારો પ્યાર રે...સુખ૦ ૧
મૂર્તિ તમારી સુખ દેનારી, ભોગવે મુક્તો સુખ રે;
રાખી હૃદયે મૂર્તિ તમારી, એને નથી કાંઇ દુઃખ રે...સુખ૦ ૨
શ્રીજી મહારાજ સ્વામી મારા, મુજ નયનના નેણ રે;
મારા આત્માના આત્મા તમે, સાચા છો સુખદેણ રે...સુખ૦ ૩
જ્ઞાનજીવનને ભૂલશો મા હવે, મેર રાખો મહારાજ રે;
આપોને એક મૂર્તિ તમારી, દેશો ન બીજા સુખ સાજ રે...સુખ૦ ૪

મૂળ પદ

શા માટે મને પજવો છો સ્વામી

મળતા રાગ

રસિકરાય મારે મહોલ પધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી