હું તો તમારે શરણે આવી છું મારું હૈયું ભેટમાં લાવી છું ૧/૨

હું તો તમારે શરણે આવી છું, મારું હૈયું ભેટમાં લાવી છું...ટેક.
હું તો અર્પણ છું શ્રીજી તમને, મને રાખો જેમ ગમે તમને;
હું તો તમારા ચરણની દાસી છું, એક તમારા પ્રેમની પ્યાસી છું.
...હું તો તમારે૦ ૧
મને મળ્યા છો શ્રીહરિ સર્વોપરિ, માટે ભાગ્યશાળી પ્રભુ હું છું ખરી;
તમે અક્ષરધામના વાસી છો, મારા આત્માના નિવાસી છો.
...હું તો તમારે૦ ૨
તારી મૂર્તિ સુખની ખાણ છે, જ્ઞાનજીવનનો એ પ્રાણ છે;
તુંને હૈયે રાખીને ફાવી છું, તારે માટે હું જગમાં આવી છું.
...હું તો તમારે૦ ૩

મૂળ પદ

હું તો તમારે શરણે આવી છું

મળતા રાગ

મને મળીયા સહજાનંદ સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી