આવો પ્રાણપતિ હરો કષ્ટ અતિ કરો દિવ્યગતી મારી અન્તસમે;૪/૪

 પદ-૪/૪                                             પદ-૨૮૦

આવો પ્રાણપતિ હરો કષ્ટ અતિ કરો દિવ્યગતી મારી અન્તસમે;
હરિ હાં..રે કરો દિવ્યગતિ મારી અન્તસમે.        ટેક.
તમે સેવકના સુખધામ સદા, તવ ભક્તને દુઃખ ન હોય કદા;
ભકત જ્ઞાની સદા હરિ તમને ગમે, કરો દિવ્યગતી                              મારી અન્તસમે.
જ્યારે અવની પરે અવતાર ધરો, ત્યારે કોટિક જીવોનું કષ્ટ હરો;
પેલા આસુરી જીવ તો અળગા ભમે, કરો દિવ્યગતી                         મારી અન્તસમે.
તમને પામવાને ધન ધામ તજે, સંત ભકત બની સદા ભાવે ભજે;
જોગી જંગલમાં જઇ દેહ દમે, કરો દિવ્યગતી                                     મારી અન્તસમે.
તવ રૂપ સદા મમ રૂદિયે વસો, બીજા માયિક આકાર સર્વે ખસો;
નિજ ચરણે નારણદાસ નમે, કરો દિવ્યગતી                                      મારી અન્તસમે.
 

મૂળ પદ

અવતારી પ્રભુ સુખકારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી