નર તથા ત્રિયા સાંભળો સહુ વચન હિતનાં આપને કહું; ૧/૧

પદ-૧/૧(રાગ :લલિત છંદ)

પદ-૩૦૨

નર તથા ત્રિયા સાંભળો સહુ વચન હિતનાં આપને કહું;

જગતમાં ઘણું જીવવું નથી, પલકમાં જવું ખલક માંયથી.૧

સમય તાહરો જાય છે વહી, વખત આ ફરી આવશે નહિ;

ન કરવું કદી પાપતો જરી, અધર્મ સંગથી ચાલવું ડરી.૨

ભૂવન ત્રૈણના નાથને ભજો, વિષય વાસના ઉરથી તજો;

વિષયમાં રહ્યાં દુ:ખડાં વશી, અલ્પ કાળમાં આવશે ધશી.૩

કરમ તાહરાં સંગ આવશે, તન બળી બધું રાખ તો થશે;

હરખ શોક ને ઉરથી તજો, નારણદાસના નાથને ભજો.૪

મૂળ પદ

નર તથા ત્રિયા સાંભળો સહુ વચન હિતનાં આપને કહું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી