મને અંગો અંગ આનંદ અતિ વર મળીયા પ્રીતમ પ્રાણપતિ ૨/૪

મને અંગો અંગ આનંદ અતિ,
વર મળીયા પ્રીતમ પ્રાણપતિ;
હે નાવલીયા મારા નાથ પીયુ,
તારા સુખમાં ખેંચાઇ ગઇ છે મતિ...મને૦ ૧
તારે સંગે મન પુલકીત થયું,
મારું જનમ જનમનું દુઃખ ગયું;
મારે હૈયે આનંદ છલકાણો,
મારા સહજાનંદ સુખખાણ પતિ...મને૦ ૨
મારે સ્નેહ સંબંધ તારી સાથે થયો,
મારો ભાગ્ય પારો અતિ ઉંચો ગયો;
મને નાના જીવને કયાંથી મળો,
મળ્યા સર્વોપરિ મહામુક્ત પતિ...મને૦ ૩
મારા ભાગ્યનું વર્ણન થાય કયાંથી,
મને મુક્ત કરી મહામાયાથી;
તમે મોંઘા સમર્થ સર્વોપરિ,
કહે જ્ઞાનજીવન છો દયાળુ અતિ...મને૦ ૪

મૂળ પદ

તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી