કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;૧/૪

પદ-૧/૪(રાગ :મુખડાણી માયા લાગીરે મોહન તારા)
પદ-૩૦૬
 
કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;કમાણી શી કરી લાવ્યોરે વિચારી જોને. ટેક.
કોને કે'છે મારું મારુ, કોણ તુંને કોણ તારુ;પલમાં દેવતાને દારૂરે.વિચારી.
કોણ માત કોણ તાત, કોણ નાત કોણ જાત;કોણ ભગીની કોણ ભ્રાતરે.વિચારી.
દેહથી છે જીવ ન્યારો, જીવ માંહી શિવ ધારો;એજ ભવનો તારનારો રે.વિચારી.
દાસ તો નારાયણ કે'છે, પ્રભુ તારી પાસ રહે છે;વિવેકી વિચારી લે છેરે.વિચારી. ૪ 

મૂળ પદ

કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી