મનમાં વિચારી જોને, મુરખા તારા;૩/૪

પદ-૩/૪

પદ-૩૦૮

મનમાં વિચારી જોને, મુરખા તારા;

મનના તું મેલ ધોને રે, મુરખ.ટેક.

ખોળી જોને વાત ખરી, શું કર્યું નર દેહ ધરી;

પલમાં જાવું છે મરી રે.મુરખ.૧

અન્નપાણી જેણે દીધું, નામ તેનું નવ લીધું;

સગાનુ સન્માન કીધું રે.મુરખ.૨

આવ્યો તું ચોરાસી ફરી, ફરી તે તૈયારી કરી;

પાપનો તો ભાર ભરીરે.મુરખ.૩

દાસ તો નારાયણ કે'છે, સુખનો દેનાર જે છે;

તેને તો વિસારી દે છે રે.મુરખ.૪

મૂળ પદ

કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી