માયામાં શું મોહી રહ્યોરે, મુરખ મનવા;૪/૪

પદ-૪/૪

પદ-૩૦૯

માયામાં શું મોહી રહ્યોરે, મુરખ મનવા;

દેહ ત્હારો વૃદ્ધ થયોરે.મુરખ.ટેક.

વર ને કન્યાનું જોડું, ભાંગશે વે'લું કે મોડું;

દેહનું આયુષ થોડું રે.મુરખ.૧

માયા તો મનમાં પેઠી, દ્રવ્ય લાવ્યો દુઃખ વેઠી;

કાયા તો કેડ બાંધી બેઠી રે.મુરખ.૨

ગર્ભથી બચાવી લીધો, તેને તે વિસારી દીધો;

ગુણપર અવગુણ કીધો રે.મુરખ.૩

દાસ તો નારાયણ કે'છે, માયા પર ભગવાન જે છે;

સુખના કરનાર તે છે રે.મુરખ.૪

મૂળ પદ

કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી