જીવલડા જાગ જરી આંખ ઉઘાડી;૩/૪

પદ-૩/૪
પદ-૩૧૨
 
જીવલડા જાગ જરી આંખ ઉઘાડી;
આંખ ઉઘાડી કહે ઢોલ વગાડી. જીવલડા.ટેક.
સમીપમાં શત્રુ રે છે, ધર્મ ધન ચોરી લે છે;
અન્તે ચોરાશી દે છે લુચ્ચા લબાડી. જીવલડા.૧
માયા મોહ નિદ્રા મોટી, પોઢી રહ્યા પામર કોટી;
પરનારી સંગે ખોટી પ્રીત લગાડી. જીવલડા.૨
નકામું નીર વલોયું, લાભ ચોઘડિયું ખોયું;
માયામાં મનડું મોયું અંધ અનાડી. જીવલડા.૩
દાસ નારાયણ કે'છે શ્રીજીને શરણે રે'છે;
તેનાં દામોદર દે છે દુઃખ મટાડી. જીવલડા.૪ 

મૂળ પદ

ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી