આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ આવો બિરાજોને નાથ, સર્વે મુક્તોની સંગાથ ૧/૧

 આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ;
આવો બિરાજોને નાથ, સર્વે મુક્તોની સંગાથ;
	આજ આનંદ ઉત્સવ રૂડો થાય છે રે...આવો૦ ટેક.
આવ્યા આવ્યા મારો નાથ, સર્વે મુક્તોની સંગાથ;
આવી હેતે ભરી બાથ, વ્હાલો બેઠા મારી સાથ;
	મારા હૈયામાં હરખ ઊભરાય છે રે...આવો૦ ૧
તારા ગોરા ગોરા ગાલ, જોતાં ઊપજે મને વ્હાલ;
તારું હસતું ભાળ્યું મુખ, હું તો ભૂલી ગઈ દુ:ખ;
	મને ચુંબન લેવાનું મન થાય છે રે...આવો૦ ૨
મારા સર્વોપરી શ્રીજી, મારા હૈયે ગયા થીજી;
મહાસુખ અતિ મોંઘું, મારે વ્હાલે કર્યું સોંઘું;
	કહે જ્ઞાન આજ અતિ સુખ થાય છે રે...આવો૦ ૩ 
 

મૂળ પદ

આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ

મળતા રાગ

આવો પધારોને નાથ, સર્વે સંતોની સંગાથ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
16
2